5 બેસ્ટ એનીમે મુવીઝ અને  સિરીઝ જે તમને 100% રડાવી દેશે


    જાપાનીઝ ફિલ્મ અને ટેલિવિઝનની  એનિમેશન સ્ટાઈલને એનીમે કહેવાય છે જો તમે ક્યારેય Anime ન જોયું હોય તો શરૂઆત આ મુવીઝ દ્વારા કરો. 


    1 ) Your Name


        "યોર નેમ" એકદમ હટકે લવ સ્ટોરી છે. કદાચ તમે આ પ્રકારની લવ સ્ટોરી કયારેય નહિ જોઈ હોય. ફિલ્મનો કોન્સેપ્ટ કંઈક એ પ્રકારનો છે કે એક શહેરના છોકરા અને એક ગામડાની છોકરીની આત્મા અવારનવાર એકબીજાના શરીરમાં ચાલી જતી હોય છે અને એવા સમયે બંને એક અલગ શરીર અને અલગ દુનિયામાં જીવવાનો અનુભવ કરતા હોય છે. ફિલ્મ જોતી વખતે થોડું મગજ સાથે રાખવું જરૂરી છે નહીતો બધું ઉપરથી જશે. એનિમેશન એટલું જોરદાર છેકે શક્ય એટલી મોટી સ્ક્રીન પર જોજો. નોર્મલ લોકો તો ફિલ્મ જોઈને રડવા લાગશે પણ જો તમે પત્થર દિલ હોવ તોપણ ઈમોશનલ તો થઈ જ જશો. ફિલ્મ જાપાનીઝ કે ઇંગ્લિશ ભાષા અને ઈગ્લિશ સબટાઈટલ સાથે વધુ મજા આવશે , ઉપરાંત ફિલ્મનું હિન્દી ડબ પણ ઉપલબ્ધ છે.

    2 ) I want to eat your pancreas  


        "આઈ વોન્ટ ટુ ઈટ યોર પેનક્રિયાસ" નામ થોડું અજીબ લાગશે અને નામ ઉપરથી અંદાજ નહિ આવે કે ફિલ્મ ક્યાં વિષય પર હશે. પેનક્રિયાસ માનવ શરીરનું એક અંગ છે અને કોઈ તેને ખાવાની વાત કરતું હોય , એવી ફિલ્મ ઈમોશનલ કેમ હોય શકે ? આવું નામ શું કામ છે તે તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે આ કોઈ લવ  સ્ટોરી ન કહી શકાય પણ તેનાથી પણ ઘણી-ઘણી ઉચ્ચ કક્ષાની સ્ટોરી કહી શકાય. આ મૂવીમાં જિંદગી વિશે જે ફિલોસોફી બતાવવામાં આવી છે તેનો કોઈ જવાબ નથી. 


    માનોકે કોઈ વ્યક્તિને ખબર છેકે તે કોઈ બીમારીના કારણે 2 મહિનામાં મરવાનો છે, તો તે જેટલી સારી જિંદગી જીવી શકાય એટલો જીવવાનો પ્રયત્ન કરશે. પણ ખરેખર બધાએ જેટલી બની શકે એટલી સારી જિંદગી જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે કોઈને ક્યાં ખબર છેકે તેઓ કેટલું જીવવાના છે. આ ફિલ્મ પણ કંઈક આ કોન્સેપ્ટ પર છે. ફિલ્મ એક બોરિંગ અને એકલહુડ્ડા છોકરાની જિંદગી કેવી રીતે બદલાય છે , તે બતાવે છે. ફિલ્મ સાથે તમે જરૂર રીલેટ કરી શક્યો અને રડવા માટે રૂમાલ પાસે રાખજો. ઉપરાંત ફિલ્મનું હિન્દી ડબ પણ ઉપલબ્ધ છે.


    3 ) Wheathering with you 


        "વેધરીંગ વિથ યુ" ફિલ્મ એક લવ સ્ટોરી છે. ફિલ્મમાં તમને અમુક સુપર નેચરલ બાબતો પણ જોવા મળશે જેમ કે ફિલ્મમાં જે છોકરી છે તે વેધર અર્થાત્ વાતાવરણને કંટ્રોલ કરી શકે છે. શરૂઆતમાં આ ફિલ્મ સેટઅપ થતાં થોડો સમય લેશે પણ અડધા ભાગ પછી ફિલ્મ ખૂબ જ સારી થતી જશે. આ ફિલ્મ ઈમોશનલની સાથે ફની પણ છે અને ફિલ્મના એનિમેશન એટલા સરસ છેકે કદાચ વાસ્તવિક જીવનમાં કોઈ કેમેરો એ પ્રકારના સીન શૂટ ન કરી શકે. ઘણાલોકો એનીમે સાંભળીને બહુ રસ નથી દેખાડતા કે કાર્ટૂન જ તો છે. પણ એવું નથી, એનીમે રિયલ મૂવી કરતા પણ વધુ સારા સીન અને હાવભાવ બતાવી શકે છે. વેધરીંગ વિથ યુ મૂવી પણ એકવાર જોવી જોઈએ. 

    4 ) A Silent Voice 


        "અ સાઈલેન્ટ વોઈઝ" એક છઠ્ઠામાં ભણતા જીવન પર આધારિત ફિલ્મ છે. એકવાર તેના ક્લાસમાં એક સાંભળી અને બોલી ન શકે એવી છોકરી આવે છે અને તેને તે છોકરો અને અન્ય વિદ્યાર્થીઓ અતિશય હેરાન કરે છે. છોકરીનું કેરેક્ટર અને તેનું ભોલાપણું ડાયરેક્ટ દિલ પર લાગી આવશે. હેરાનગતિ કારણે છોકરી સ્કૂલ છોડીદે છે અને ત્યારબાદ કેવીરીતે પેલા છોકરાને અફસોસ થાય છે, તે કેવી રીતે પશ્ચાતાપ કરે છે, તે બાળપણથી ખૂબ તોફાની હતો માટે તેને સારું બનવામાં કેવી સમસ્યાઓ આવે છે, આવી બદલાવની આખી જર્ની જોવી એક અલગ જ અનુભવ છે. આ એક માસ્ટરપીસ છે અને આ ફિલ્મ તમે નહિ જોવો તો એન્ટરટેનમેન્ટ જગતનો એક શ્રેષ્ઠ અનુભવ ચૂકી જશો .

    5 ) Your Lie in April 


        "યોર લાઈ ઈન એપ્રિલ" ખૂબ જ ઈમોશનલ સિરીઝ છે. આ ફિલ્મમાં જે પ્યાનો અને વાયોલિનનું મ્યુઝિક નાખ્યું છે તે મ્યુઝિક પણ ઈમોશનલ કરી દે એવું છે. આ સીરીઝનું નામ આવું શા માટે છે તે તમે આખી સિરીઝ પૂરી કરશો ત્યારે જ સમજાશે. આ સીરીઝના કુલ 22 એપિસોડ છે જેમાંથી વચ્ચેના 2-3 એપિસોડ થોડા ઓછા રસપ્રદ લાગી શકે છે બાકી આખી સિરીઝ તમને એકદમ કેરેક્ટર સાથે જોડેલા રાખશે. આ ફિલ્મના મુખ્ય પાત્રો સિવાયના જે મહત્વના પાત્રો, એમને પણ એટલી સારી રીતે બતાવવામાં આવ્યા છેકે રાઈટર્શને એવોર્ડ આપવાનું મન થાય. આ નામની એક ફિલ્મ પણ ઉપલબ્ધ છે એ નહિ પણ સિરીઝ જોજો અને આ સિરીઝ જોવા માટે જેટલો પણ સમય કાઢશો એ સંપૂર્ણપણે વર્થ ઈટ સાબિત થશે. બધા મ્યુઝીક પીસ તો દિલ સાથે જોડાઈ જશે. 


    અહીં 5 બેસ્ટ ઈમોશ એનીમે વિશે વાત કરી છે . પણ એવું નથી કે એનીમે ઈમોશનલ જ હોય છે . તમને આ એનીમે દ્વારા  જાપાનીઝ એનીમે ઈન્ડસ્ટ્રી વિશે ખ્યાલ આવશે અને સમજાશે કે આ પણ મનોરંજનનો એક શ્રેષ્ઠ પ્રકાર છે. બાકી જાપાનીઝ એનીમે દરેક કેટેગરીમાં ઉપલબ્ધ છે અને વિશ્વભરના મનોરંજન ક્ષેત્રમાં ખૂબ સારું ફાળો ભજવે છે. અને જો તમારે એનીમેમાં અન્ય વેબ સિરીઝ કઈ છે અને તેમાં કેટલા એપિસોડ છે તે જાણવા હોય તો નીચે આપેલ વેબસાઈટ ની મુલાકાત લો.
    Image credit : Google

    આવી બીજી જાણકારી માટે અમારી સાથે જોડાયેલ રહો. અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. 
     

    Post a Comment

    Previous Post Next Post