વાંચો વિદુર નીતિ માં શું લખ્યું છે ?





(1)  निश्चित्वा यः प्रक्रमते नान्तर्वसति कर्मणः । अवन्ध्यकालो वश्यात्मा स वै पण्डित उच्यते ॥

  • જે વ્યક્તિ કોઈપણ કાર્યને વ્યવહારને નિશ્વયપૂર્વક આરંભ કરે છે અને તેને વચ્ચેથી રોકતો નથી, સમય 'બરબાદ નથી કરતો તથા પોતાના મનને નિયંત્રણ માં રાખે છે, એજ જ્ઞાની છે.

(2) संसारयति कृत्यानि सर्वत्र विचिकित्सते। चिरं करोति क्षिप्रार्थे स मूढो भरतर्षभ ॥

  • 'જે વ્યક્તિ અનાવશ્યક કર્મ કરે છે, બધાને 'સંદેહની દ્રષ્ટિથી જુએ છે, આવશ્યક અને શીઘ્ર કરવામાં કામોમાં વિલંબ કરે છે, તે મૂર્ખ કહેવાય છે.

(3) द्वाविमौ पुरुषौ राजन स्वर्गस्योपरि तिष्ठतः । प्रभुश्च क्षमया युक्तो दरिद्रश्च प्रदानवान् ॥

  • જે વ્યક્તિ શક્તિશાળી હોવા છતાં ક્ષમાશીલ હોય તથા નિર્ધન હોવા છતાં દાનશીલ હોય તેને સ્વર્ગથી પણ ઉપરનું સ્થાન પ્રાપ્ત થાય છે.


(4) आरोग्यमानण्यमविप्रवासः सद्भिर्मनुष्यैस्सह संप्रयोगः। स्वप्रत्यया वृत्तिरभीतवासः षट् जीवलोकस्य सुखानि राजन् ॥

  • સ્વસ્થ રહેવું, ઉઋણ રહેવું, પરદેશમાં ન રહેવું, સજ્જનો સાથે સંબંધ, સ્વવ્યવસાય દ્વારા આજીવિકા ચલાવવી તથા ભયયુકત જીવન. આ 6 વાતો સાંસારિક સુખ પ્રદાન કરે છે.

(5) ब्राह्मणं ब्राह्मणो वेद भर्ता वेद स्त्रियं तथा। अमात्यं नृपतिर्वेद राजा राजानमेव च॥

  • સમતુલ્ય લોકો જ એકબીજાને ઠીક પ્રકારથી સમજી શકે છે. જેમકે જ્ઞાની વૈજ્ઞાની, પતિને પત્ની, મંત્રીને રાજા અને રાજાને પ્રજા. અતઃ આપણી બરાબરી વાળા સાથે સંબંધ રાખવો જોઈએ.

(6) किन्नु मे स्यादिदं कृत्वा किन्नु मे स्यादकुर्वतः । इति कर्माणि सञ्चिन्त्य कुरयड् कुर्याद् वा पुरुषो न वा॥

  • કામ કરતા પહેલા વિચાર કરો કે તે કરવાથી શું લાભ થશે અને ના કરવાથી શું હાની થશે ?કાર્યના પરિણામ વિશે વિચાર કરીને જ કોઈ કાર્ય કરો. ઉદ્દેશ્યહીન કાર્ય કરવાથી તેના પર લાગેલી મહેનત પણ બરબાદ થઈ જાય છે.

(7) अनिर्वेदः श्रियो मूलं लाभस्य च शुभस्य च। महान् भवत्यनिर्विण्णः सुखं चानन्त्यमश्नुते ॥

  • પોતાના કામમાં વ્યસ્ત રહેતો વ્યક્તિ સદા સુખી રહે છે. ધન સંપત્તિથી તેનું ઘર ભરેલ રહે છે. આવા વ્યક્તિ યશ-માન-સન્માન પ્રાપ્ત કરે છે.

(8) अर्चयेदेव मित्राणि सति वाऽसति वा धने। नानर्थयन् प्रजानति मित्राणं सारफल्गुताम् ॥
  • મિત્રોનો દરેક સ્થિતિમાં આદર કરવો જોઈએ, ભલે એમની પાસે ધન હોય કે ન હોય. ઉપરાંત એનાથી કોઈ સ્વાર્થ ન હોવા છતાં પણ સમયે સમયે એમની સહાયતા કરવી જોઈએ.

(9) प्रियो भवति दानेन प्रियवादेन चापरः। मन्त्रमूलबलेनान्यो यः प्रियः प्रिय एव सः ॥
  • કોઈ પુરુષ દાન કરીને પ્રિય થાય છે, કોઈ મધુર બોલીને પ્રિય થાય છે, કોઈ બુદ્ધિમાની થી પ્રિય થાય છે. પરંતુ જે વાસ્તવમાં પ્રિય હોય છે તે વગર પ્રયાસે પણ પ્રિય હોય છે.

(10) कांश्चिदर्थात्ररः प्राज्ञो लघुमूलान्महाफलान्। क्षिप्रमारभते कर्तुं न विघ्नयति तादृशान् ॥
  • જેમાં ઓછા સંસાધન લાગે પણ વ્યાપક લાભ થાય, એવા કાર્યોને બુદ્ધિમાન વ્યક્તિ શીઘ્ર આરંભ કરે છે અને એ કામ નિર્વિઘ્ન પૂરું કરે છે.




(11) कर्मणा मनसा वाचा यदभीक्षणं निषेवते। तदेवापहरत्येनं तस्मात् कल्याणमाचरेत् ॥
  • મન, વચન અને કર્મથી આપણે સતત જે વસ્તુ વિશે વિચારતા રહીએ છીએ, તેજ આપણને તેની તરફ આકર્ષિત કરી લે છે. અતઃ આપણે સદા શુભ વસ્તુ કે પ્રસંગ વિશે ચિંતન કરવું જોઈએ.

(12) षडेव तु गुणाः पुंसा न हातव्याः कदाचन। सत्यं दानमनालस्यमनसूया क्षमा धृतिः ॥
  • વ્યક્તિએ ક્યારેય સચ્ચાઈ, દાનશીલતા, નિરાલસ્ય, દ્વેષહીનતા, ક્ષમાશીલતા અને ધૈર્ય. આ છ ગુણોનો ત્યાગ ન કરવો જોઈએ.

(13) सन्तापाद् भ्रश्यते रुपं सन्तापाद् भ्रश्यते बलम्। सन्तापाद् भ्रश्यते ज्ञानं सन्तापाद् व्याधिमृच्छति ॥
  • શોક કરવાથી રૂપ સૌંદર્ય નષ્ટ થાય છે, શોક કરવાથી પૌરુષ નષ્ટ થાય છે, શોક કરવાથી જ્ઞાન નષ્ટ થાય છે, શોક કરવાથી મનુષ્યનું શરીર દુઃખોનું ઘર બની જાય છે. અર્થાત્ શોક-ચિંતાનો ત્યાગ કરવો જોઈએ.

(14) ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो नित्यशङ्कितः। परभाग्योपजीवी च षडेते नित्यदुःखिताः ॥
  • ઈર્ષાળુ, ધૃણા કરવાવાળા, અસંતોષી, ક્રોધી, સદા સંદેહ કરનાર તથા બીજાના ભાગ્ય પર જીવન વિતાવનાર, આ 6 પ્રકારના લોકો સંસારમાં સદા દુઃખી રહે છે.

(15) न वैरमुद्दीपयति प्रशान्तं न दर्पमारोहति नास्तमेति । न दुर्गतोऽस्मीति करोत्यकार्यं तमार्यशीलं परमाहुरार्याः ॥
  • જે ઠંડી પડેલ દુશમનીને ફરી નથી ભડકાવતા, અહંકાર રહિત રહે છે, તુચ્છ આચરણ નથી કરતા, સ્વયંને મુશ્કેલીમાં જાણી અનુચિત કાર્ય નથી કરતા, એવા વ્યક્તિઓને સંસારમાં શ્રેષ્ઠ કહીને વિભુષિત કરવામાં આવે છે.

(16) न विश्वसेदविश्वस्ते विश्वस्ते नातिविश्वसेत्। विश्वासाद् भयमुत्पन्न मुलान्यपि निकृन्तति ॥
  • જે વ્યક્તિ ભરોસાના લાયક નથી તેના પર ભરોસો ના જ કરો પરંતુ જે ખૂબ જ ભરોસાના લાયક છે તેના પર પણ આંધળા બનીને ભરોસો ન કરો કારણ કે જ્યારે એવા લોકો ભરોસો તોડે છે તો મોટો અનર્થ થઈ જાય છે.

(17) रथः शरीरं पुरुषस्य राजत्रात्मा नियन्तेन्द्रियाण्यस्य चाश्चाः। तैरप्रमत्तः कुशली सदश्वैर्दान्तैः सुखं याति रथीव धीरः ॥
  • આ માનવ શરીર રથ છે, આત્મા (બુદ્ધિ) તેનો સારથી છે, ઈન્દ્રિયો ઘોડા છે. જે વ્યક્તિ સાવધાની, ચતુરાઈ અને બુદ્ધિમતા થી આ બધું વશમાં રાખે છે તે શ્રેષ્ઠ રથવાન ની ભાતી સંસારમાં સુખપૂર્વક યાત્રા કરે છે.




(18) अनर्थकं विप्रवासं गृहेभ्यः पापैः सन्धि परदाराभिमर्शम् । दम्भं स्तैन्य पैशुन्यं मद्यपानं न सेवते यश्च सुखी सदैव ॥
  • જે વ્યક્તિ અ કારણ ઘરની બહાર નથી રહેતો, ખરાબ લોકોની સોબતથી બચે છે, પરસ્ત્રી સાથે સંબંધ નથી રાખતો, ચોરી, ચુગલી, નશો કે પાખંડ નથી કરતો. તે સદા સુખી રહે છે.

(19) अकार्यकरणाद् भीतः कार्याणान्च विवर्जनात् । अकाले मन्त्रभेदाच्च येन माइन्न तत् पिबेत् ॥
  • વ્યક્તિએ નશીલા પીણાં ન પીવા જોઈએ, અયોગ્ય કાર્યો ન કરવા જોઈએ, યોગ્ય કાર્ય કરવામાં આળસ ન કરવી જોઈએ તથા કાર્યસિદ્ધ થતાં પહેલાં ઉજવણી ન કરવી જોઈએ.

(20) असन्त्यागात् पापकृतामपापांस्तुल्यो दण्डः स्पृशते मिश्रभावात्। शुष्केणा_दह्यते मिश्रभावात्तस्मात् पापैः सह सन्धि नकुर्यात् ॥
  • દુર્જનો ની સંગતિના કારણે નીરપરાઘી પણ એમની સમાન જ દંડ મેળવે છે. જે રીતે સુકા પાછળ લીલું બળે છે. માટે દુર્જનો સાથે મૈત્રી ન કરવી જોઈએ.

(21) वृत्तं यत्नेन संरक्षेद् वित्तमेति च याति च। अक्षीणो वित्ततः क्षीणो वृत्ततस्तु हतो हतः ॥
  • ચરિત્રની યત્ન પૂર્વક રક્ષા કરવી જોઈએ. ધન તો આવતું જતું રહે છે. ધન નષ્ટ થયા બાદ પણ ચરિત્ર સુરક્ષિત રહે છે, પરંતુ ચરિત્ર નષ્ટ થયા બાદ બધું નષ્ટ થઈ જાય છે.

(22) कर्मणा मनसा वाचा यदभीक्षणं निषेवते। तदेवापहरत्येनं तस्मात् कल्याणमाचरेत् ॥
  • મન, વચન અને કર્મ દ્વારા આપણે સતત જે વસ્તુ વિશે વિચારીએ છીએ, તે આપણને તેની તરફ આકર્ષિત કરી જ લે છે. અતઃ આપણે સદા શુભ વસ્તુઓ વિશે વિચારવું જોઈએ.

(23) यत् सुखं सेवमानोपि धर्मार्थाभ्यां न हीयते। कामं तदुपसेवेत न मूढव्रतमाचरेत्। ॥
  • વ્યક્તિનેને છૂટ છેકે તે ન્યાયપૂર્વક અને ધર્મના માર્ગ પર ચાલી ઈચ્છાનુસાર સુખોનો ભરપૂર ઉપયોગ કરે, પરંતુ એમાં એટલો આશક્ત ન થઈ જાય કે અધર્મનો માર્ગ પકડી લે.

(24) पन्चाग्न्यो मनुष्येण परिचर्याः प्रयत्नतः। पिता माताग्निरात्मा च गुरुश्च भरतर्षभ ॥
  • માતા,પિતા, અગ્નિ, આત્મા અને ગુરુ, આમને પંચાગ્ની કહેવાય છે. મનુષ્ય આ પાંચ પ્રકારની અગ્નિની સજગતા થી સેવા-સુશ્રુષા કરવી જોઈએ. આમની ઉપેક્ષા કરીને હાની થાય છે.

(25) चिकीर्षितं विप्रकृतं च यस्य नान्ये जनाः कर्म जानन्ति किञ्चित् । मन्त्रे गुप्ते सम्यगनुष्ठिते च नाल्पोऽप्यस्य च्यवते कश्चिदर्थः ॥
  • જે વ્યક્તિ પોતાના અનુકૂળ અને અન્યના વિરુદ્ધ કાર્યોને એ પ્રકારે કરે છે કોઈને તેની ભનક પણ નથી લાગતી, પોતાની નીતિઓને સાર્વજનિક નથી કરતો એના બધા કાર્યો સફળ થાય છે.




(26) क्रोधो हर्षश्च दर्पश्च ह्रीः स्तम्भो मान्यमानिता। यमर्थान् नापकर्षन्ति स वै पण्डित उच्यते ॥
  • જે વ્યક્તિ ક્રોધ, અહંકાર, દુષ્કર્મ, અતિ ઉત્સાહ, સ્વાર્થ, ઉદંડતા વગેરે દુર્ગણોથી આકર્ષિત નથી થતા તેજ સાચા જ્ઞાની છે.

(27) न हृष्यत्यात्मसम्माने नावमानेन तप्यते। गाङ्गो ह्रद ईवाक्षोभ्यो यः स पण्डित उच्यते ॥
  • જે વ્યક્તિ સમ્માન પામીને અહંકાર નથી કરતું અને અપમાનથી પીડિત નથી થતું. જે જળાશયની ભાંતી સદૈવ ક્ષોભરહિત અને શાંત રહે છે. એજ જ્ઞાની છે.

(28) अमित्रं कुरुते मित्रं, मित्रं द्वेष्टि हिनस्ति च। कर्म चारभते दुष्टं तमाहुर्मूढचेतसम्
  • જેઓ દુશ્મનને મિત્ર બનાવે છે અને મિત્રોને નુકસાન પહોંચાડે છે, હંમેશા ખોટું કામ કરે છે, આવા લોકોને મૂર્ખ કહેવામાં આવે છે. આ લોકો જીવનમાં ક્યારેય પણ સુખ મેળવી શકતા નથી.

જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આગળ શેર કરી બીજાને પણ જણાવો અને આવી બીજી જાણકારી માટે કમેન્ટ કરો . આભાર ....!

Post a Comment

Previous Post Next Post