Burj Al Arab

           દુબઈમાં આવેલ બૂર્જ​-અલ-અરબ હોટલ બનાવવા દુબઈના ક્રાઉન પ્રિન્સ Sheikh Mohammed Bin Rashid Maktowm એ 56.4 હજાર કરોડનો ખર્ચ કર્યો હતો . આ હોટેલમાં એક દિવસનું ભાડું 17 લાખ રૂપિયા કરતાં પણ વધુ છે . ચાલો જાણીએ બૂર્જ-અલ-અરબનું નિર્માણ કેવી રીતે થયું છે .....


બૂર્જ-અલ-અરબનું નિર્માણ

            આ હોટેલ નિર્માણનું કામ બ્રિટિશ કંપની ATKINS ને સોંપવામાં આવ્યું. ડિઝાઈનરો એ આ હોટેલની ડીઝાઇન અરબના Dhow જેવી બનાવી. આ હોટેલ દરિયામાં એક કૃત્રિમ ટાપુ પર ઊભી કરવાની હતી જેથી દરિયામાં રેતી અને માટી નાખી કૃત્રિમ આઈલેન્ડ બનાવવામાં આવ્યો. તે આઈલેન્ડની ફરતે 7.5 મીટર ઉંચી ખાસ પ્રકારના પત્થરની દીવાલ બનાવવામાં આવી જેથી સમુદ્રી તુફાન અને મોજાઓથી ટાપુનું રક્ષણ થાય.




કર્મચારીઓએ એ રેતીના આઈલેન્ડમાં 20 મીટર ઊંડા સ્ટીલના પિલાર્શ​ દ્વારા ત્રિકોણ આકારમાં દિવાલ બનાવી અને નીચેથી પાણી ન ઘૂસી જાય માટે આ સ્ટ્રક્ચરની નીચે લિક્વીડ સિમેન્ટ ભરવામાં આવ્યો. 2 વર્ષની મહેનત બાદ 1995માં આ કૃત્રિમ ટાપુ બનીને તૈયાર થયો. 



    Skin Fraction નામક કોન્સેપ્ટ મુજબ રેતીમાં ખુબજ ઊંડાઈ સુધી 250 કોંક્રિટના પિલાર ઘુસાડવામાં આવ્યા જેથી બિલ્ડીંગને ભૂકંપ અને Liquefaction થી બચાવી શકાય.બિલ્ડીંગને સમુદ્રના અતિ ઝડપી ફૂંકાતા પવનોથી બચાવવા એન્જિનિયરોએ બિલ્ડીંગની ફરતે Exo-Skeleton બનાવ્યા. સિંગાપુરથી આવેલી મશીનરી દ્વારા 2 સ્ટેચ્યુ ઑફ લિબર્ટી જેવડા લોખંડના સ્તંભો બિલ્ડિંગની ફરતે લગાવવામાં આવ્યા.




                બિલ્ડિંગની પાછળની બાજુ ટોંચના માળે Anti-gravity રેસ્ટોરન્ટ બનાવવા એન્જિનિયરોએ દીવાલો
પર સ્ટીલના બ્રેકેટ્સ લગાવી દીધા અને સ્ટીલનો બેઝતૈયાર કરી દિધો. ઉપરાંત Irish Architect Rebecca cernon દ્વારા ડિઝાઈન કરાયેલ હેલિપેડપણ હોટેલ પર તૈયાર કરવામાં આવ્યું.



બિલ્ડિંગની ચારે બાજુ ઝડપી ફૂંકાતા પવનોની વિરુદ્ધ દિશામાં વાઈબ્રેટ થાય અને બિલ્ડિંગના વાઈબ્રેશન ને ઓછું કરે એવા 11 વજન લટકાવવામાં આવ્યા છે જેનો વજન 5 ટન હતો.



દુબઈની અતિશય ગરમીથી બચાવવા બિલ્ડીંગને ફેબ્રિક કપડાથી કવર કરવામાં આવી અને તે દુનિયાની સૌથી મોટી ફેબ્રિકની દિવાલ બની. હવાનું દબાણ ન સર્જાય તે માટે બિલ્ડીંગને રોજ 1 ડીગ્રી ઠંડી કરવામાં આવી અને જૂન 1998થી ડિસેમ્બર 1998 સુધી બિલ્ડિંગ ઠંડી કરાઇ અને ત્યારબાદ જ બિલ્ડિંગના Interior નું કામ ચાલુ કરવામાં આવ્યું.




         આ બિલ્ડિંગની દરેક વસ્તુ એટલે કે રૂમના પડદાથી લઈને, ટોયલેટ શીટ બધું ઈલેક્ટ્રિકલી ઓપરેટ થાય એવી છે.બિલ્ડિંગમાં 52000 લાઈટ્સ લાગી છે અને બિલ્ડિંગમાં કુલ 5000 કિલોમીટર લંબાઈના તાર બિછાવવામાં આવ્યા. બિલ્ડિંગમાં લોબીમાં જીમ્નાસ્ટીક ફૂંવારો, દિવાલમાં મોટા મોટા ફિશ ટેન્ક અને 1790 સ્ક્વેર મીટરમાં સોનાના પાંદડાઓ મૂકવામાં આવ્યા.




        કંઈક આ રીતે એક કૃત્રિમ ટાપુ પર તૈયાર થઈ દુનિયાની સૌથી બેસ્ટ 7-સ્ટાર હોટેલ, જેમાં પુલ્સ, રેસ્ટોરન્ટ, સ્પા, ગાર્ડન અને દરેક લક્ઝરી ઉપલબ્ધ છે. આ હોટેલમાં જતાજ એક ગોલ્ડ પ્લેટેડ આઈપેડ આપવામાં આવે છે જેનાથી લગભગ બધું ઇલેક્ટ્રિકલી ઓપરેટ થાય છે. 


બુકિંગ​

બૂર્જ​-અલ-અરબ હોટલના બુકિંગ તમે નીચે આપેલી તેની ઓફિશ્યિલ વેબસાઇટ પરથી કરી શકો છો...


પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર જરૂર કરજો......

Post a Comment

Previous Post Next Post