જો દુનિયા માત્ર 5 સેકન્ડ માટે ઓક્સિજન ગુમાવી દે તો શું થશે ?


કલ્પના કરો કે જો પૃથ્વીનો તમામ ઓક્સિજન અદૃશ્ય થઈ જાય. કાયમ માટે નહીં, માત્ર કહેવા માટે, 5 સેકન્ડ? શું આપણે ફક્ત આપણા શ્વાસ રોકીશું? વાતાવરણનું શું થશે? પર્યાવરણનું શું થશે? જો વિશ્વ માત્ર 5 સેકન્ડ માટે ઓક્સિજન ગુમાવે તો શું થશે તે અહીં છે.


    એક ઊંડો શ્વાસ લો , કેટલો સારો અને સંતોષકારક અનુભવ થાય છે . તમે શ્વાસમાં ઑક્સિજન લઈ રહ્યા છો , હવામાં 21% ઑક્સિજન , 78% નાઈટ્રોજન અને 1% અન્ય ગેસો છે . આમ હવામાં ઑક્સિજનનો ભાગ સૌથી વધુ નથી પણ દુનિયા માટે સૌથી મહત્વનો ભાગ તેનો જ છે . ઓક્સિજન વગર વૃક્ષો , પ્રાણીઓ , પાણી , મનુષ્યો વગેરેનું કોઈ અસ્તિત્વ નથી .


ઓક્સિજન વગર 5 સેકન્ડ બહુ વધુ નથી લાગતા કારણ કે મોટાભાગના લોકો 30 સેકન્ડ સુધી તો શ્વાસ રોકી શકતા હોય છે , જેથી તમને લાગશે કે આપણને કોઈ ફર્ક નહિ પડે . પણ એવું નથી , 5 સેકન્ડમાં દુનિયાનો નક્શો બદલાઈ જશે .માત્ર 5 સેકન્ડમાં, પૃથ્વી સંપૂર્ણપણે અલગ દેખાશે. ઓક્સિજન વિના, તમે હૂવર ડેમ, પેન્થિઓન ડોમ અને કોંક્રિટમાંથી બનેલી અન્ય કોઈપણ વસ્તુને અલવિદા કહી શકો છો. આ માળખાં તરત જ તૂટી જશે. ઓક્સિજન કોંક્રિટ માટે ખાસ બંધનકર્તા એજન્ટ તરીકે કામ કરે છે. તેના વિના, કોંક્રિટ માત્ર ધૂળ છે.


ઓક્સિજન વગર દુનિયામાં કોંક્રિટથી બનેલ દરેક વસ્તુ પડી ભાંગશે કારણ કે ઑક્સિજન કોંક્રિટમાં સ્પેશિયલ બાઈન્ડિંગ એજન્ટ તરીકે વર્તે છે , ઑક્સિજન વગર કોંક્રિટ પાવડર થઈ જશે. આમ આખી દુનિયાના મોટાભાગના સ્ટ્રક્ચર ભૂકો થઈ જશે કારણ કે દુનિયા અત્યારે કોંક્રિટનું જંગલ બનેલ છે .


સ્પેશિયલ ટ્રીટમેન્ટ ન કરાયેલ લોખંડની દરેક વસ્તુઓ એકબીજા સાથે વેલ્ડ થઈ થશે કારણ કે લોખંડ પર ઑક્સિડેશનનું લેયર હોય છે જે તેમને એકબીજા સાથે વેલ્ડિંગ થઈ જતાં રોકે છે .


જો તમે ખુલ્લામાં હશો તો તમારી ત્વચા ગંભીર રીતે દાઝી જશે કારણ કે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણું રક્ષણ કરતું ઓઝોન સ્તર પણ ઓક્સિજનનું બનેલ છે . હવામાંથી ઑક્સિજન ગુમાવીએ એટલે હવા નું દબાણ પણ 21 % ઘટી જાય , જેથી આપણા કાનના પડદા તુરંત ફાટી જશે . આટલી ઝડપે હવાના દબાણમાં આટલો ફેરફાર એ દરિયામાં એક સેકન્ડમાં 2 કિલોમીટર ઊંડા ચાલ્યા જવા બરાબર છે .


ઓક્સિજન વગર આગ નથી લાગતી , જેથી દુનિયાભરની ગાડીઓના કે કોઈપણ ટ્રાન્સપોર્ટ સાધનોના એન્જિન બંધ થઈ જશે . પ્લેન આકાશમાંથી નીચે પડવા લાગશે અને કરોડો ગાડીઓનો ટ્રાફિક જામ થઈ જશે . સૂર્યના કિરણોને હવામાં અથડાવવા માટે ઓછા સૂક્ષ્મ કણો હશે જેથી આકાશ એકદમ અંધારિયું બની જશે .


પાણી ઑક્સિજન અને હાઈડ્રોજન દ્વારા બનેલ હોય છે . ઓક્સિજન ગાયબ થતાં દુનિયાભરના સમુદ્રો ખાલી થઈ જશે અને હાઈડ્રોજન ગેસના વાદળો બની જશે . મનુષ્યોનું શરીર પણ 60 % પાણી છે , જેથી મનુષ્યો પણ ખતમ થઈ જશે .


આ માત્ર એક સ્ટડી હતી કે ઓક્સિજન માત્ર 5 સેકન્ડ ચાલ્યો જાય તો શું શું થઈ શકે . અહીં થોડીઘણી મહત્વની વાતો જ દર્શાવી છે , બાકી અન્ય ઘણાબધા બદલાવો જોવા મળી શકે છે . ફરીથી એક ઊંડો શ્વાસ લો , ઑક્સિજનનો આનંદ માણો અને ચિંતામુક્ત રહો કારણ કે આવું ક્યારેય થવાનું નથી . પોસ્ટ પસંદ આવી હોય તો શેર જરૂર કરજો , ઉપરાંત રોજ કંઈક નવું શીખવા અમારા પેજને અત્યારેજ સબ્સ્ક્રાઇબ કરીલો . તમને ઑક્સિજનના સમ છે .


પૃથ્વીનો પોપડો સંપૂર્ણપણે નાશ પામશે કારણ કે તે 45 % ઑક્સિજનથી બનેલ છે . પૃથ્વીની સપાટી ત્યાં સુધી ક્ષીણ થતી રહેશે જ્યાં સુધી કંઈ જ નહિ વધે . જેથી તમને અને પૃથ્વીના દરેક જીવોને ફ્રી ફોલ મળશે અર્થાત્ પગ નીચેથી જમીન ખસી જશે .

મિત્રો, જો 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઈ જાય (without oxygen for 5 seconds), તો તમે જાણો છો કે આપણા શરીરનું શું થશે. આપણું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી નહીં, પણ શરીરના સોજા ફાટવાથી થશે. આ સિવાય દુનિયાભરમાં દરેકના કાનના પડદા ફાટી જશે. કારણ કે ત્યાં ઓક્સિજન નથી, હવાનું દબાણ વધશે.

મિત્રો, તમારે એ પણ વિચારવું જોઈએ કે જો પૃથ્વી પર 5 મિનિટ સુધી ઓક્સિજન ન હોય તો બીજું શું થઈ શકે. અમને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો અને આવી રસપ્રદ માહિતી માટે અમારી સાઈટની અપડેટ લેતા રેજો. અને જો તમને કોઈ પ્રશ્ન હોય, તો મને કોમેન્ટ કરો, તમને ચોક્કસપણે જવાબ મળશે.
આભાર....!

Post a Comment

Previous Post Next Post